શાહપુર વિસ્તારમાં એક મકાનમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરીનો PCB સ્ક્વોડે પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સસ્તા દારૂમાં પાણી અને ફ્લેવર ભેળવી તેને બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ભરતા હતા. ત્યારબાદ નકલી સ્ટિકર લગાવી આ બોટલો ₹2,000થી ₹5,000 સુધીના ભાવે વેચવામાં આવતી હતી.
દરોડા દરમિયાન ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 227 દારૂની બોટલો, 127 ખાલી બોટલો, સ્ટિકર, ફ્લેવર અને અન્ય સામગ્રી સહિત ₹1.56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર વિકી ઉર્ફે મંગો ચૌહાણ ફરાર હોવાનું જણાવાયું છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
(Fake Liquor Factory, Shahpur Amdavad, PCB Raid, Counterfeit Alcohol, Branded Bottles, Liquor Scam, Police Investigation, Four Arrested, Seized Liquor, Main Accused Absconding)
#AmdavadNews #Shahpur #PCBRaid #FakeLiquor #CrimeNews