રાપર: આડેસર પોલીસ દ્વારા પશુ તસ્કરી પર સર્જિકલ સ્ટ્રાઈક: કતલખાને જતા ૩૩૧ અબોલ જીવ ઉગારાયા
Rapar, Kutch | Apr 27, 2026 આડેસર ચેકપોસ્ટ પાસે પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી કતલખાને લઈ જવાતા ૩૩૧ ઘેટા-બકરાને બચાવી લીધા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ₹૪૩.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.