હાલોલ: હાલોલના તખતપુરા સ્મશાન પાસે કોતરમાથી વિદેશી દારૂ અને બાઇક મળી રૂ.97 હજારનો મુદ્દામાલ જપ્ત,બુટલેગર ફરાર
હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમને આજે મંગળવારના રોજ બાતમી મળી હતી કે અમરાપુરી ગામે રહેતો રાકેશકુમાર બારીઆ નામનો ઇસમ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તખતપુરા ગામ નજીક સ્મશાન પાસે આવેલ કોતરમાં સંતાડી રાખીને વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ, બિયર અને બાઇક મળીને કુલ રૂ. 97,464 નો પ્રોહીબિશન મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.આ મામલે નાસી ગયેલા આરોપી રાકેશ બારીઆ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે