હાલોલ: હાલોલના વડીયા રાણીપુરા ગામ નજીક સાપના દંશથી ઇસમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
હાલોલના ચાંપાનેર નજીક આવેલા વડીયા રાણીપુરા ગામમાં સાપ કરડવાથી એક ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો વડીયા ગામના રહેવાસી જયંતીભાઈ વસાવા પોતાના ઘરે સૂવા પડ્યા હતા. તે દરમિયાન અચાનક સાપે તેમને દંશ માર્યો હતો જેમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું