રાપર: વોકળા વિસ્તારમા દારૂના અડ્ડા બંધ કરાવો, બાળકોનુ ભવિષ્ય બચાવો:સોશિયલ મીડિયા પર રસીલાબેન સોમૈયાનો આક્રોશ
Rapar, Kutch | May 23, 2026 રસીલાબેને જણાવ્યું કેદારૂડિયાઓના ત્રાસ અને ગાળાગાળીના કારણે સ્થાનિક પરિવારો અને મહિલાઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, આ ગંદા માહોલની સીધી અસર વિસ્તારના નાના બાળકોના માનસ પર પડી રહી છે, જેથી તેમનું ભવિષ્ય જોખમમાં છે. રાપર પંથકમાં આ વીડિયો વાયરલ થતાં જ ભારે ચર્ચા જાગી છે.