કામરેજ: પરબ ગામેથી પોલીસે બોગસ ડોકટર ને ઝડપી લીધો.
Kamrej, Surat | Jul 5, 2025 સુરત ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી પોલીસે બોગસ ડૉક્ટરની ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળના વતની મિનલ મૃત્યુંજય રોય (ઉ.વ.25)ને કામરેજ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. આરોપી મિનલ પરબગામ, ઓમ જીઆઈડીસી વિભાગ-2માં શાંતિ હરિ ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે કોઈ માન્ય સંસ્થાનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર નથી. તે માત્ર BSc સુધી જ ભણેલો છે.