કાલોલ: વેજલપુર ગામે તંત્રનું બુલડોઝર ફર્યું આગળ વધારી લીધેલા છજા સહિત ૪ દબાણો જમીનદોસ્ત કરાયા
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. ગામના મુખ્ય માર્ગો પર દુકાનો આગળ ગેરકાયદે બાંધેલા આગળ પડતા છજા, પતરાના શેડ તેમજ કેબિનો સહિત કુલ ૪ જેટલા મોટા દબાણોને જેસીબીની મદદથી તોડી પાડી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. વેજલપુર ગામના પ્રવેશદ્વાર અને જાહેર માર્ગો પર દુકાનદારો દ્વારા આગળ કાઢવામાં આવેલા મોટા છજા, હોર્ડિંગ બોર્ડ અને શાકભાજીની લારીઓના કારણે રસ્તો સાંકડો