શહેરા: શહેરાના વિવિધ ગામોમાં વરરાજાઓ જાનમાં જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હતા
શહેરા તાલુકાના પાદરડી, પસનાલ સહિત અન્ય ગામોમાં વરરાજાઓએ લગ્ન પહેલાં મતદાન કરી નવો ચીલો ચાતર્યો હતો. પાદરડી ગામના બંગલા ફળિયાના વિકાસ કશનાભાઈ પટેલ જાનમાં જતા પહેલા મતદાન મથકે પહોંચી મત આપ્યો હતો. જ્યારે પસનાલના નિમેષકુમાર રાજેશભાઈ વણઝારાએ પસનાલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ જ વરરાજા એ જાન સાથે લગ્ન સ્થળે પ્રયાણ કર્યું હતું.