વધુ વાંચો ➠ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ હજારો શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની આટલી મોટો સંખ્યા વચ્ચે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે; જેમાં ફ્રિસ્કિંગ ક્યુ, ક્લોકરૂમ અને ઝીગઝેગ લાઈન દ્વારા ભીડનું યોગ્ય સંચાલન કરવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
#somnath #girsomnath #gujarat #mahadev #shravanmaas