ભાવનગર: પોલીસમાં અરજી કરી હોવાની દાજ રાખી અધેવાડા ગામે યુવકને માર માર્યો
ભાવનગરના અધેવાડા ગામે માલણકા રોડ પર રહેતા હિતેશભાઈ સામતભાઈ ચારોલીયા તેમના ઘરે હાજર હતા તે દરમિયાન થોડા દિવસો અગાઉ તેમને હરેશભાઈ જીવરાજભાઈ બારીયા સાથે માતા પોલીસ મથકમાં અરજી કરી હતી તેની દાજ રાખી ત્રણ ઈસમયે તેમને લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જે અંગે ભારતીય પોલીસમાં ફરિયાદ નોંધાય.