દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં પાણી માટે હાહાકાર.એક નાનકડા ગંદા પાણીના ખાબોચ્યા માંથી ઘર વપરાશ તેમજ પીવા માટે ખાબોચ્યા માંથી પાણી ભરી લઈ જતા ગ્રામ જનો
વીઓ 1-
દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગામમાં પીવાના પાણીની અછત એટલી વધી ગઈ છે કે મહિલાઓને દરરોજ 1 થી 2 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડી રહ્યું છે. ગામના તળાવો સુકાઈ જતાં લોકો હવે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.
વીઓ 2-
દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં ઉનાળાની ગરમી વચ્ચે પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે. ગામના મુખ્ય જળસ્ત્રોત એવા તળાવો સંપૂર્ણપણે સુકાઈ જતાં ગ્રામજનોએ તળાવની અંદર ખાડા ખોદીને નીકળતા પાણીનો સહારો લેવો પડી રહ્યો છે.
વીઓ 3-
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાડામાંથી મળતું પાણી સ્વચ્છ નથી અને દૂષિત સ્થિતિમાં છે. છતાં પણ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગ્રામજનો આ જ પાણી પીવા અને ઘરગથ્થુ ઉપયોગ માટે ભરી રહ્યા છે.સૌ�
Dohad, Dahod | Jun 12, 2026