ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ થઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રએ લીલી ઝંડી દેખાડી પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત કરાવી છે. આ સાથે ભારત હાઇડ્રોજન ટ્રેન શરૂ કરનાર દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે. આ હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં જીંદ સોનીપત વચ્ચે દોડશે. 89 કિમી લાંબો ટ્રેન રૂટ ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝન હેઠળ આવે છે. આ હાઇડ્રોજન ટ્રેન 1200 કિલો ક્ષમતા ધરાવતા હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ સિસ્ટમથી સજ્જ છે, કૂલ 400 કિલો વોટનો પાવર આઉટપુટ આપશે. આ ટ્રેન દિવસમાં બે વખત અવરજવર (ટ્રેન નંબર અને 74009) કરશે. પ્રત્યેક એક ટ્રીપમાં ટ્રેન લગભગ 356 કિમીનું અંતર કાપશે. આ ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે. ટ્રેનની એક ટ્રીપમાં 682 લોકો મુસાફરી કરી શકશે.
Video Source : @AshwiniVaishnaw