હાલોલ: પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે વાપીથી પરિવાર સાથે આવેલા મહીલાનુ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ,પરિવારજનોમા શોકનો માહોલ
પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે વાપીથી પરિવાર સાથે આવેલી શકુંતલા દેવીને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતુ શકુંતલા દેવી તેમના પરિવાર સાથે બે દિવસ અગાઉ વાપીથી ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા.સૌપ્રથમ તેમણે સારંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ આજે રવિવારે સવારે પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે ડુંગર પર પહોંચ્યા હતા.દર્શન દરમિયાન મંદિર પરિસરમાં જ શકુંતલા દેવી અચાનક ઢળી પડ્યા હતા.અને મોત નીપજ્યુ હતુ