હાલોલ: હાલોલના દેસાઈ ફળિયા પાસે ટેમ્પો વીજપોલ સાથે અથડાતા વીજપોલ તૂટી ગયો,સર્જાયેલી ઘટનાએ સ્થાનિકોમા ભયનો માહોલ ઉભો કર્યો
હાલોલના દેસાઈ ફળિયા ખાતે આજે સવારે સર્જાયેલી ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.આજે સોમવારે સવારે એક અજાણ્યા ટેમ્પો ચાલક દેસાઈ ફળિયા પાસે થી પસાર થતો હતો. તે દરમિયાન ટેમ્પો અચાનક વીજપોલ સાથે અથડાતા વીજપોલ તૂટી ગયો હતો. તૂટી પડેલો વીજપોલ સામે આવેલ મકાન પર અડી જતા મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.