ગોધરા: ગોધરામાં ધનતેરસના પર્વે સોના-ચાંદીના બજારમાં તેજી, જ્વેલરી શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ
ગોધરામાં ધનતેરસના પર્વે સોના-ચાંદીના બજારમાં તેજી, જ્વેલરી શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ દિવાળીના પર્વની શરૂઆત સાથે જ આજે ધનતેરસના પવિત્ર દિવસે ગોધરાના સોના-ચાંદીના બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. હિન્દુ ધર્મમાં ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા સાથે સોના-ચાંદી અને કિંમતી ધાતુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે સોનાના ભાવમાં થયેલા ઘટાડા અને શુક્રવારના શુભ સંયોગને કારણે સવારથી જ ગોધરાના જ્વેલરી શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહ