- વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં ABVP કાર્યકરોનો ભારે હોબાળો
- VC ડો. દક્ષેશ ઠાકરની ચેમ્બરમાં ઘૂસી કાર્યકરોએ ઘેરાવ કર્યો
- 3 વિદ્યાર્થીનીઓની સોશિયલ મીડિયા રીલ બાદ વિવાદ વકર્યો
- રીલમાં 75% હાજરી સામે સિલેબસ 25% પણ પૂર્ણ ન કરાયાનો આક્ષેપ
- રીલ વાયરલ થયા બાદ વિદ્યાર્થીનીઓને ટાર્ગેટ કરાયાનો ABVPનો આરોપ
- 5 દિવસથી વિદ્યાર્થીનીઓને ક્લાસમાં બેસવા ન દેવાયાનો દાવો
- વાલીઓએ VC સમક્ષ રજૂઆત કરી છતાં કાર્યવાહી ચાલુ રાખ્યાનો આક્ષેપ
- મામલો વણસતા ઉમરા પોલીસનો કાફલો યુનિવર્સિટી પહોંચ્યો
- ABVPના વિરોધ બાદ વિદ્યાર્થીનીઓને ક્લાસમાં બેસવા દેવાની ખાતરી અપાયાનો દાવો
- વિદ્યાર્થીનીઓને હવે કોઈ ત્રાસ નહીં અપાય તેવી યુનિવર્સિટી દ્વારા ખાતરી અપાયાનું ABVPનું કહેવું
Udhna, Surat | Sep 9, 2026