સુરતમાં આંતરરાષ્ટ્રીય ગુર્જર દિવસની ઉજવણી, મિહિર ભોજની જન્મજયંતિ નિમિત્તે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ
સુરતમાં આંતરરાષ્ટ્રીય ગુર્જર દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. આજે એટલે કે 13 સપ્ટેમ્બરે ગુર્જર પરિહાર સમ્રાટ મિહિર ભોજની જન્મજયંતિ નિમિત્તે જનજાગૃતિનો સંદેશ આપતી પદયાત્રા યોજાઈ હતી. સમસ્ત દક્ષિણ ગુજરાત ગુર્જર સમાજ અને શ્રીનાથજી ચેરિટેબલ ટ્રસ્ટના હરીશભાઈ ગુજ્જર તથા તેમની ટીમ દ્વારા યોજાયેલી આ પદયાત્રામાં વ્યસનમુક્ત સમાજ, બેટી બચાવો-બેટી પઢાવો અને યુવા પેઢીના શિક્ષણ-રમતગમત જેવા મહત્વના સંદેશ આપવામાં આવ્યા હતાં.
.
.
.
.
.
.
.
.
#gurjar #mihirbhojani #janamjayanti #padyatra #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026