હાલોલ: હાલોલમાં મોહરમ પર્વને લઈને રૂરલ પોલીસ મથકે DYSP ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી તા.26 જૂન, શુક્રવારના રોજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર 'મોહરમ' પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુથી આજે બુધવારના રોજ હાલોલ રૂરલ પોલીસ મથકે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક હાલોલ વિભાગના DYSP વી. જે. રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં હાલોલ ટાઉન પોલીસના PI આર. કે. દેસાઈ તેમજ હાલોલ રૂરલ પોલીસના PI વી. એચ.જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.