શહેરા: શહેરાની સિંધી ચોકડી નજીક શ્રીનાથજી ઇલેક્ટ્રોનિક્સની સામે હાઇવેને અડીને આવેલ જગ્યાએ કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન
શહેરા નગરના સિંધી ચોકડી નજીક મુખ્ય હાઇવે માર્ગને અડીને આવેલ શ્રીનાથજી ઇલેક્ટ્રોનિક્સની સામેની જગ્યાએ કોઈક વ્યક્તિ દ્વારા કચરો ભેગો કરી દેવાતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ કચરાના ઢગલાના કારણે આસપાસના રહીશો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક રહીશ રાજુભાઈ પદવાણીએ જણાવ્યું કે, લાંબા સમયથી અહીં કચરો ભેગો કરવામાં આવી રહ્યો છે. ગંદકીના કારણે સતત દુર્ગંધ ફેલાય છે અને અવારનવાર જીવજંતુઓ જોવા મળે છે. જેના કારણે બીમારી ફેલાવાનો ભય પણ ઉભો થય