હાલોલ: હાલોલના નવાકુવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત,ટ્રકની અડફેટે 18 વર્ષના બાઇક ચાલક યુવકનું મોત,ચાલક ફરાર
હાલોલના નવા કુવા ચોકડી પાસે તા.21 જૂન રવિવારના રોજ એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે.એક બેફામ સ્પીડે આવી રહેલા ટ્રક ચાલકે બાઇક સવારને જોરદાર અડફેટે લેતા 18 વર્ષના આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.આ અંગે પાવાગઢ પોલીસે ગુનો નોંધી,ફરાર ટ્રક ચાલકને પકડી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી યુવકના મૃતદેહ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે