હાલોલ: પાવાગઢથી માચી તરફ જતા માર્ગ પર રોડ અત્યંત ખખડધજ અને જોખમી બન્યો,યાત્રાળુઓમાં ભારે રોષ
પાવાગઢથી માચી જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઇન્ટની બિલકુલ બાજુમાં રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. સ્થિતિ એટલી હદે જોખમી છે કે તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે એક સાઇડનો રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.પરંતુ, આના કારણે હાલમાં પાવાગઢ આવતા હજારો યાત્રાળુઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.