🌺 પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ શી' ટીમ દ્વારા નવદુર્ગા સ્વરૂપ બાળિકાઓનું કન્યા પૂજન 🌺
પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ શી' ટીમ દ્વારા નવચેતન અંધજન મંડળ ખાતે *દિવ્યાંગ બાળિકાઓનું "કન્યા પૂજન"* કરવામાં આવ્યું હતું. *નવદુર્ગાના સ્વરૂપ સમાન બાળિકાઓ* નું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શી' ટીમ દ્વારા બાળિકાઓને ગુડ ટચ, બેડ ટચ અને પોક્સો (POCSO) એક્ટ વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. બાળ સુરક્ષા, વ્યક્તિગત સલામતી અને કોઈ અયોગ્ય વર્તન થાય તો તેની જાણ વિશ્વાસુ વ્યક્તિને કરવા અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી.
આ સેવાભાવી પહેલ દ્વારા બાળિકાઓ પ્રત્યે સન્માન, સંવેદનશીલતા અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 🙏🌸
#WestKutchPolice #BhujPolice #SheTeam #KanyaPujan #ChildSafety GoodTouchBadTouch POCSOAct નારીસુરક્ષા બાળસુરક્ષા
Bhuj, Kutch | Oct 10, 2026