શહેરા: શહેરામાં ભાજપના હોદ્દેદારોએ મરડેશ્વર મંદિરે સંધ્યા આરતી ઉતારી પીએમ મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ માર્ગદર્શન હેઠળ શહેરામાં ભાજપના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા મરડેશ્વર મંદિર ખાતે સંધ્યા આરતીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.