હાલોલ: હાલોલ ઔદ્યોગિક વસાહતમા મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ,વહીવટી તંત્ર દ્વારા કાચા-પાકા દબાણો દૂર કરાયા
હાલોલ ઔદ્યોગિક વસાહતમાં મુખ્ય રસ્તાઓની આજુબાજુ ઉભા કરવામાં આવેલા કાચા-પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે સોમવારના રોજ મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો પ્રારંભ પનોરમા ચોકડી પરથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી સફારી ચોકડી અને આસપાસના વિસ્તારોમાં આવેલા દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.જીઆઇડીસી, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો દ્વારા વારંવાર નોટિસો આપ્યા બાદ આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી.