બ્રિજેશભાઈ (ગણેશ) ખંડેલવાલની દાહોદ શહેર ભાજપા મંત્રી તરીકે વરણી
દાહોદ શહેરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહેતા અગ્રણી બ્રિજેશભાઈ (ગણેશ) ખંડેલવાલને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિષ્ઠા અને સેવાકાર્યોને ધ્યાને રાખીને તેમને દાહોદ શહેર ભાજપા મંત્રી તરીકેનો હોદ્દો એનાયત કરવામાં આવ્યો છે.
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ભાજપ શહેર પ્રમુખ અર્પીલ શાહના હસ્તે બ્રિજેશભાઈ ખંડેલવાલને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવીને આ નવી જવાબદારી સોંપવામાં આવી હતી અને પદભાર પાઠવવામાં આવ્યો હતો.
"બ્રિજેશભાઈ (ગણેશ) ખંડેલવાલ લાંબા સમયથી દાહોદ શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા લોકોની વચ્ચે રહીને કાર્ય કરી રહ્યા છે. સંગઠનમાં તેમની આ નિમણૂકથી પક્ષને વધુ મજબૂતી મળશે."બ્રિજેશભાઈ ખંડેલવાલની દાહોદ શહેર ભાજપ મંત્રી તરીકે વરણી થતાં જ દાહોદ નગરવાસીઓ, મિત્ર વર્તુળ અને પક્ષના કાર્યકરોમાં ભારે આનંદની લાગણી વ્ય
Dohad, Dahod | Jun 14, 2026