માંડવી: લાયજા ભુલાભાઈ મણશી વિદ્યાલય સંકૂલમાં સોલાર પેનલ પ્રોજેક્ટ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
Mandvi, Kutch | Jul 18, 2026 માંડવી તાલુકાના લાયજા ગામે ભુલાભાઈ મણશી વિદ્યાલય સંકૂલને સોલાર પેનલથી સજ્જ કરવાના કાર્યક્રમ તેમજ વિશનજી ધનજી ફૂરિયા હાયર સેકન્ડરી સ્કૂલના પ્રથમ ક્રમે આવેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને શિક્ષણ તથા નવીનીકરણીય ઊર્જાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું.