ભીલાડના નગવાસ ખાતે આગની ઘટના: એક બાદ એક ત્રણ કંપનીઓમાં આગ લાગતા અફરાતફરી
વલસાડ જિલ્લાના ભીલાડ નજીક નગવાસ ખાતે એક પછી એક ત્રણ કંપનીઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, સૌપ્રથમ ઇનોવેલ પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી હતી. ત્યારબાદ ગલ્ફ ઓઇલ કંપની અને ત્યારપછી હિન્દુસ્તાન પેન્સિલ કંપનીમાં પણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
એક પછી એક ત્રણ કંપનીઓમાં આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આગ કયા કારણોસર લાગી, આગને કારણે કેટલું નુકસાન થયું છે તેમજ કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજી સામે આવવાની બાકી છે.#bhiladpolice #bhiladcity #bhiladfire #galfoil #hindustanpencilspvtltd
Vapi, Valsad | Oct 28, 2026