રાપર: રાપર પોલીસ દ્વારા ફતેહગઢ પંથકમાં ફૂટ પેટ્રોલિંગ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા કવાયત
Rapar, Kutch | Apr 21, 2026 આગામી તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને સમગ્ર પંથકમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા ફતેહગઢ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.