હાલોલ: હાલોલ મામલતદાર કચેરીમાં સાપ ઘૂસી જતા ફેલાયો ફફડાટ,નેચર સેવિંગ ફાઉન્ડેશ ધ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું
હાલોલ મામલતદાર કચેરીના મહેસૂલ વિભાગની કચેરીમાં આજે રવિવારના રોજ તિજોરી નીચે એક સાપ જોવા મળતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જોકે આ ઘટનાની જાણ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશન અને હાલોલ ફાયર વિભાગમાં ફરજ બજાવતા વાય.કે. પટેલને અને જયેશ કોટવાલ ને કરવામાં આવી હતી જેને લઈને તેઓ તાત્કાલિક જાણ થતા સ્થળ પર પહોંચીને યોગ્ય સાધનોની મદદથી સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો