હાલોલ: હાલોલના નારાયણ ધામ તાજપુરા ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે ભવ્ય 'શ્રી વિષ્ણુયાગ મહોત્સવ' યોજાયો
હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી નારાયણ ધામ તાજપુરા આશ્રમ ખાતે પવિત્ર અધિક માસના પાવન અવસરે ભવ્ય 'શ્રી વિષ્ણુયાગ મહોત્સવ' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આજે શનિવારના રોજ યોજાયેલા આ ધાર્મિક મહોત્સવનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અને પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.