મણિનગર: હાથીજણ સર્કલ પાસે હુમલાની ઘટનાના સીસીટીવી આવ્યા સામે, વટવા પોલીસે તપાસ હાથ ધરી
વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા હાથીજણ સર્કલ પાસેના શાલીન સ્કવેર ખાતે લગ્નમાં કંકોત્રી ન આપવા જેવી સામાન્ય બાબતે પૂર્વ મિત્રોએ બે સગા ભાઈઓ વિરેન્દ્રસિંહ વાઘેલા અને મિતરાજ પર જીવલેણ હુમલો કર્યો હતો. રાજવીર રાઠોડ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વટવા જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.