હાલોલ: હાલોલના ટાઢોડિયા ગામમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ,ત્રણ મકાનો બળીને ખાખ,દાગીના અને રોકડ સહિત મોટા નુકસાનની આશંકા
હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામના નાયક ફળિયામાં તા.5 જૂન શૂર્કવારના રોજ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં એક-બે નહીં પરંતુ કુલ ત્રણ મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા.જોકે આગ લાગતા તાત્કાલિક હાલોલ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો