શહેરા: શહેરાની ગઝનવી મસ્જિદ પાસે 15 દિવસથી બંધ સ્ટ્રીટ લાઈટ આખરે ચાલુ થઈ
શહેરાની ગઝનવી મસ્જિદ પાસે છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં પડેલી સ્ટ્રીટ લાઈટ આખરે નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી છે. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે સમગ્ર ગઝનવી મસ્જિદ વિસ્તારમાં રાત્રિના સમયે અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો,ત્યારે આખરે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવામાં આવતાં સમગ્ર વિસ્તારને અંધારપટમાંથી મુક્તિ મળી છે.