શહેરા: બોરીયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવાર મગનભાઈ પટેલીયા એ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું
શહેરાના બોરીયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર મગનભાઈ પટેલીયા પરિવાર સાથે તેમના ગામ પથનપુર પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચ્યા હતા,જ્યાં લાઈનમાં ઊભા રહીને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ મગનભાઈ પટેલીયા એ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી બોરીયા સીટ પર ભાજપની જંગી બહુમતીથી જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.