આણંદ: આણંદ પાસે આવેલા લાંભવેલ હનુમાનજી મંદિરે આજ રોજ હનુમાન જયંતિની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી
Anand, Anand | Apr 2, 2026 આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગુરુવારના રોજ હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર મારૂતિયજ્ઞા, સુંદરકાંડ, બજરંગ બાણના પાઠ, હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આણંદ પાસે આવેલા લાંભવેલ હનુમાનજી મંદિરે મંગળવારના રોજ હનુમાન જયંતિની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચરોતર પંથક સહિત અન્ય જિલ્લામાંથી પણ હનુમાન દાદાના ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા