શહેરા: શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની નમાઝમાં હાથમાં કાળી પટ્ટી બાંધી UCC ના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો
શહેરામાં પણ જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી UCC ના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો,જેમાં મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો સહિત તમામ લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધી UCC ના કાયદા સામે શાંતિ પૂર્વક રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો,સાથે જ UCC નો કાયદો પાછો ખેંચવામાં આવે અથવા આ કાયદામાંથી મુસ્લિમ સમાજને મુક્ત કરવાની માંગ કરાઈ હતી.