હાલોલ: હાલોલના રામદેવનગર વિસ્તારમાં રહેતા યુવકે ગુસ્સામાં આવી પોતાના હાથ પર બ્લેડ મારી ઈજાઓ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
હાલોલના ભીમનાથ મહાદેવ પાછળના રામદેવનગર વિસ્તારમાં રહેતા એક યુવકે ગુસ્સામાં આવી પોતાના હાથ પર બ્લેડ મારી ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. અજય રાજભર (મૂળ વતન બનારસ, ઉત્તર પ્રદેશ) હાલોલ સ્થિત ગાંધીટ્યુબ કંપનીમા નોકરી કરતો હોવાનુ જાણવા મળ્યુ છે.ગતરાત્રે પરિવારને પગાર ન મોકલવાના મુદ્દે ફોન પર પરિવાર સાથે થયેલા ઝઘડાના પગલે યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામા આવી પોતાના શરીર પર જ બ્લેડ મારી ઈજા પહોચાડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે