છઠ્ઠ પહેલાં વાપી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો મહાસાગર, બાંદ્રા-પટના એક્સપ્રેસમાં ચઢવા માટે અફરાતફરી
કન્ફર્મ ટિકિટ હોવા છતાં કોચ સુધી પહોંચવા મુસાફરોને ભારે હાલાકી, દર વર્ષે સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે?
વાપી: છઠ્ઠ પૂજા પહેલાં વતન પરત ફરતા પ્રવાસીઓની ભારે ભીડને પગલે વાપી રેલવે સ્ટેશન પર રેલવે વ્યવસ્થાની તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. બાંદ્રા-પટના એક્સપ્રેસ ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેનમાં ચઢવા માટે મુસાફરો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પરિસ્થિતિ એવી હતી કે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને પણ પોતાના નિર્ધારિત કોચ સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિવાળી અને છઠ્ઠના તહેવારો દરમિયાન વાપી, વલસાડ સહિત આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા હજારો પરપ્રા
Valsad, Valsad | Nov 11, 2026