હાલોલ: પાવાગઢ ખાતે ચૈત્રી પૂનમને લઈને એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટ્યા,ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
ચૈત્રી પૂનમને ગુરુવારના રોજ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણમા શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.51, શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે.જેમા આજે ગુરુવારે ચૈત્રી પૂનમને લઈ માઇ ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટ્યા હતા