વડોદરાના તાંદલજા વિસ્તારમાં પોલીસે ગાંજાના છૂટક વેચાણના કારોબારનો પર્દાફાશ કર્યો છે. વાડીવાલા સ્કૂલના ગેટ પાસે રેડ દરમિયાન એક્ટિવાની ડીક્કીમાંથી 146 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સરફરાઝ પઠાણ નામના શખ્સને ₹7,300ના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગાંજાની હેરાફેરીમાં વપરાયેલી એક્ટિવા, પલ્સર અને મોબાઇલ સહિત કુલ ₹45,300નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ગાંજો સપ્લાય કરનાર જૈમ કાજીનું નામ તપાસમાં સામે આવ્યું છે.
#VadodaraNews #TandaljaNews #GanjaSeized #humdekhengenews