અમદાવાદ શહેર: શાહીબાગમાં પોલીસ કમિશનર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાયું
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર જી.એસ મલિકની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં આગામી દિવસોમાં આવનાર બકરી ઈદ તેમજ રથયાત્રાના તહેવારને લઈને શહેરના તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો ની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેને લઈને આ બેઠકમાં ખાસ ચર્ચા કરાઈ હતી.