હાલોલ: હાલોલની પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાંથી રિસેપ્શનિસ્ટ દ્વારા 14 લાખથી વધુની ઉચાપત કરાતા નોધાઇ પોલીસ ફરિયાદ
હાલોલમાં આવેલ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાંથી નાણાકીય ગડબડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.હોસ્પિટલમાં એકાઉન્ટ્સની જવાબદારી સંભાળતા રિસેપ્શનિસ્ટ દ્વારા અંદાજે રૂપિયા 14 લાખથી વધુની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ હાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવતા હાલોલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.