રાપર: રાપરમાં ડો. ત્રિકાલદાસજી મહારાજનો ભવ્ય અભિવાદન-વિદાય સમારોહ યોજાયો
Rapar, Kutch | Apr 7, 2026 રાપરમાં ૧૨ વર્ષના વસવાટ દરમિયાન ૮૦૦થી વધુ સત્સંગો દ્વારા જનમાનસમાં સંસ્કારોનું સિંચન કરનાર ડો. ત્રિકાલદાસજી બાપુની શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક થતા હવે તેઓ ભુજ મધ્યે સ્થાયી થવાના છે, જે નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી અને સંસ્થાના પ્રમુખ કરણસિંહ વાઘેલાએ સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ શુભકામનો પાઠવી