શહેરા: પંચમહાલના જનપ્રતિનિધિઓએ પ્રગતિ પથ યાત્રા દરમિયાન પંચમહાલ ડેરીની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે પંચમહાલમાં 'પ્રગતિ પથ યાત્રા' યોજાઈ હતી,જેનો શુભારંભ ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લીલી ઝંડી આપી કરાયો હતો,યાત્રા દરમિયાન પંચમહાલના જનપ્રતિનિધિઓએ પંચમહાલ ડેરીના અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી,અને ડેરીની કાર્યપ્રણાલી નિહાળી વિકાસકાર્યોની સમીક્ષા કરી ડેરી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.