હાલોલ: હાલોલ બસ ડેપોમાં એસ.ટી.કર્મચારીઓ વચ્ચે હિંસક મારામારી, દંડા ઉછળ્યા,વીડિયો થયો વાયરલ
હાલોલ બસ ડેપોમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે બે ડેપોના એસ.ટી. કર્મચારીઓ જાહેરમાં જ એકબીજા સાથે બાખડી પડ્યા હતા. આ વિવાદ એટલો વણસ્યો હતો કે એક કર્મચારીએ બીજા કર્મચારી પર લાકડી વડે હિંસક હુમલો કરી દીધો હતો.જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે