આણંદ: આણંદના ડોક્ટરનું ચાલુ ટ્રેનમાંથી મહીસાગર નદીમાં પડી જતા મોત નીપજ્યું
Anand, Anand | May 19, 2026 આણંદ થી વડોદરા આવતી સમયે ફાજલપુર પાસે સર્જાયેલા અકસ્માત સર્જાયો હતો. જેમાં આણંદના ડોક્ટર જૈનીશકુમાર પટેલનું ચાલું ટ્રેનમાંથી મહીસાગર નદીમાં પડી જતાં મોત નિપજતા પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ જવા પામ્યું છે. આણંદ શહેરમાં આવેલ કરુનેશ ફ્રેન્ડ્સ કોલોનીમાં રહેતા BAMS ડૉ. જૈનીશકુમાર પટેલ તબીબી પ્રેક્ટિસ કરતાં હતાં, તેમની પત્ની પણ ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર છે. દંપતીના લગ્નને પાંચ વર્ષથી વધુ સમય થયો હતો અને તેમને ૩ મહિનાનો પુત્ર છે.