હાલોલ: એમ.એસ.યુનિવર્સિટીના 30 યુવા ઇજનેરો તાજપુરા ધામની મુલાકાત લીધી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના ઉન્નત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાધ્યાપક ડૉ. આશિષ એલ. ગુરુજીના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 30 યુવા ઇજનેરોએ તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.