હાલોલ: પાવાગઢ પાટિયા પુલ પાસે ભેખડ ઘસી પડવાનો મામલો,યાત્રાનો રૂટ બંધ કરાયો,તપાસનો ધમધમાટ શરૂ
આજે સવારે પાવાગઢ ખાતે ભેખડ ઘસી પડવાનો મામલો સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય લોકો ને ઈજાઓ પહોંચી હતી ઘટનાને લઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ પ્રાંત અધિકારી, મામલતદાર પોલીસ સહિતનો કાફલો રેફરલ હોસ્પિટલ માં પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી તેમજ દર્દીઓને મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે