પાણશિણા પોલીસ સ્ટેશને થી 22 ફેબ્રુઆરી સાંજે 7 કલાકે પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી કાનપરા ના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇક સવાર ને અડફેટે લેતા બાઇક પર સવાર રળોલ ગામના વિહાભાઇ સાદુળભાઇ સાપરા તથા કાળુભાઇ હિરાભાઇ પરમાર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા પાણશિણા પોલીસે અકસ્માત બાદ ભાગી છુટેલ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો હાથ ધર્યા છે.