કાલોલ: MGVCL સબ ડીવીજનની બેદરકારી સામે સરપંચો અને 70થી વધુ ગામનાં ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
કાલોલ તાલુકાના ૭૦થી વધુ ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનોએ કાલોલ એમજીવીસીએલ સબ ડિવિઝનની કામગીરી સામે પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆતમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાવા, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો અભાવ, ટેકનિકલ અને ફિલ્ડ સ્ટાફની અછત તેમજ એક જ મેન્ટેનન્સ ટીમ પર ૭૦થી વધુ ગામોની જવાબદારી હોવાના કારણે ફરિયાદોના નિકાલમાં ભારે વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.